વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઇકાલે “સંગઠન સૃજન” અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હોય, જેમાં વાંકાનેર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે દાવેદારોની નોંધણી કરી ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો તરીકે રાપરના પુર્વ ધારાસભ્ય બચુભાઈ આરેઠીયા અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા….
આ બેઠકમાં વાંકાનેર પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, વાંકાનેર તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકા ચુંટાયેલા સદસ્યો, સહકારી અગ્રણીઓ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત હાજર રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ જોશનાબેન રાઠોડ દ્વારા ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો, જેને કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા…