
જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની જરૂરીયાતને ધ્યાનમાં રાખી વાંકાનેર સિવિલ હોસ્પિટલ દ્વારા આગામી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્તમાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનેક દર્દીઓ માટે લોહીની જરૂરીયાત હોય તેમજ થેલેસેમિયાથી પીડાતા બાળકો, સગર્ભા બહેનોમાં પ્રસૂતિ દરમિયાન ઉભી થતી લોહીની ઉણપ તેમજ અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી શુક્રવારે સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પંથકના સેવાભાવી યુવાનો અને નગરજનોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




