રાજકોટ રેન્જ આઈજીની સુચનાથી પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન વહેલી સવારથી પોલીસની ચાર ટીમો એક્શનમાં….
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની પ્રોહીબીશન ડ્રાઇવ યોજવા સુચનાથી આજરોજ વહેલી સવારથી જ વાંકાનેર સીટી પોલીસ ટીમ એક્શનમાં આવી અલગ અલગ ચાર ટીમ બનાવી શહેરમાં પ્રોહી કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ આઠ દેશીદારૂના હાટડાઓ પર પોલીસે દરોડો પાડી આઠ ઇસમોને રૂ. ૧૮,૦૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….
વાંકાનેર સીટી પોલીસ ટીમની પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન પોલીસનિ ચાર ટીમોએ અલગ અલગ વિસ્તારમાં કરેલ તપાસ દરમિયાન દેશી દારૂના ૮ કેસો શોધી કાઢી ૯૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ. ૧૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ૧). કલ્પેશભાઇ ઉર્ફે સિતારામ નરભેરામ નિમાવત (રહે. આરોગ્યનગર), ૨). કરણભાઇ સનમુગમ નાયકર (મદ્રાસી) (રહે. મીલપ્લોટ), ૩). નીતેશભાઇ બટુકભાઇ વીરસોડીયા (કોળી) (રહે. નવાપરા),
૪) યાસમીનબેન ઉર્ફે જાડી રહીમભાઇ આદમાણી/સંધી (રહે. ચંદ્રપર), ૫). મરીયમ ઉર્ફે મમુબેન હબીબભાઇ વિકીયાણી/સંધી (રહે. ચંદ્રપુર), ૬). જેતુનબેન રાયધનભાઇ મોવર / મીયાણા (રહે. વીશીપરા), ૭). લાભુબેન બાલાભાઇ ડાભી (રહે.મીલપ્લોટ) અને ૮). સુરેશભાઇ કાળુભાઇ વીંજવાડીયા (રહે. નવાપરા)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….