
વાકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામે માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા એક ઇસમ પર ગાયોની ગાડીની માહિતી આપવા બાબતે ભાઇ-બહેનએ હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક રહેતા ફરિયાદી જયેશભાઇ માનાભાઈ સિંધવએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ૧). ફિરદોશ મુનાફભાઇ ખલીફા તથા તેનો ભાઇ ૨). ફૈઝલ મુનાફભાઇ ખલીફા (રહે. બંને ચંદ્રપુર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ભાઇ રામાભાઇ માનાભાઇ સિંધવ ગતરાત્રીના મજુરીકામ પરથી માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ તેના ઘરે આવેલ હોય, ત્યારે આરોપી ભાઇ-બહેન પોતાના હાથમાં લોખંડના પાઇપ લઈને આવી ‘ તું કેમ મારી ગાયોની ગાડીઓની માહિતી આપે છે ? ‘ તેમ કહી ફરિયાદીના ભાઇને ગાળો આપી માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….




