વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે નેશનલ હાઈવે પરથી પસાર થતા એક ડબલ સવારી મોપેડ બાઈકને પુર ઝડપે આવતા કાર ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઈક સવાર બે યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કેરાળા ગામે રહેતા ફરિયાદી ગુલામહુશેન મહમદભાઈ કડીવારએ વાંકાનેર સીટી પોલીસમાં કાર નં. GJ 12 IC 0529 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ તેમના જ્યુપિટર બાઇક પર સાહેદ ડો. ગુલામમોઇન બાદી સાથે જઇ રહ્યા હોય, દરમ્યાન ચંદ્રપુર નજીક પહોંચતા નુર પ્લાઝા સામે હાઇવે પર પુર ઝડપે આવતા ઉપરોક્ત કારના ચાલકે પાછળથી જ્યુપિટરને હડફેટે લઇ અકસ્માત સર્જી નાસી જતાં આ અકસ્માતમાં ફરિયાદ તથા સાહેદને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA