Sunday, April 12, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ચીત્રાખડા ગામની સીમમાં ચાલતી ખનીજ ચોરી પર પોલીસ અને ખાણ ખનીજ...

    વાંકાનેરના ચીત્રાખડા ગામની સીમમાં ચાલતી ખનીજ ચોરી પર પોલીસ અને ખાણ ખનીજ વિભાગનો દરોડો…

    વાંકાનેર તાલુકામાં ભૂમાફિયાઓ અને ખનીજ ચોરો પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા ખનીજ માફિયાઓ પર વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી ખાણ-ખનીજ વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડી 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે, વાંકાનેરના ચીત્રાખડા ગામમાં આવેલ શીતળા માતાના મંદિરની બાજુવાળા વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું હોય, જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી ખાણ-ખનીજ વિભાગની ટીમે સ્થળ પર દરોડો પાડી ગેરકાયદેસર ખનન કરતાં એક ટાટા હિટાચી કંપનીનું હેવી એક્સેવેટર મશીન ઝડપી પાડી સ્થળ પરથી પકડાયેલ મશીન અને ખનીજ ચોરીના દંડ સહિત કુલ રૂપિયા 45 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!