વાંકાનેર શહેર નજીક રાતીદેવરી રોડ પર નિર્માલા કોન્વેન્ટ સ્કુલ પાસે પસાર થતી એક છકડો રીક્ષામાં આગળ પેટી ઉપર બેઠેલા દસ વર્ષીય તરુણ અચાનક રીક્ષામાંથી પડી જતા તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં સારવાર મળે તે પહેલાં જ માસુમનું પ્રાણ પંખેરૂ ઉડી જતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના માણેકવાળા ગામે રહેતા ગોપાલ વિહાભાઈ વીંજવાડીયા (ઉ.વ.૧૦) નામનો તરૂણ ગઈકાલના રોજ છકડો રીક્ષા રજી.નં. GJ 36 W 1223 માં આગળ પેટી ઉપર બેસી વાંકાનેર તરફ આવી રહ્યો હોય ત્યારે રાતીદેવરી રોડ પર નીર્મલા કોન્વેન્ટ સ્કુલ પાસે અચાનક છકડો રીક્ષામાંથી નીચે પડી જતા,
ગોપાલને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ અને બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હોય ત્યારે રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા પાસે પહોંચતા ગોપાલનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવનીવાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm