વાંકાનેર કોર્ટમાં ફરીયાદી દિગ્વીજયસિહ અશોકસિંહ જાડેજાએ રોયલ પોલ્ટ્રી ફીડના નામથી રાજકોટના જે. કે. પોલ્ટ્રી ફાર્મના પ્રોપરાઈટર ઈબ્રાહીમ રજાકભાઈ ખોખર (રહે. શાપર–વેરાવળ, રાજકોટ)ને પોલ્ટ્રી ફીડનો માલ વેંચાણ આપેલ હોય, જે માલની બાકી રકમ રૂ. ૧૫,૦૦,૦૦૦ ચુકવવા આરોપી ઈબ્રાહીમ રજાકભાઈ ખોખરએ ચેક આપેલ હોય,

જે ચેક રિટર્ન થતાં તેનો કેસ ફરીયાદીના વારસદાર દીવ્યાબા દિગ્વીજયસિંહ જાડેજાએ નામદાર વાંકાનેરની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હોય, જે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલ એસ. વી. પરાસરા, એસ. કે. પીરઝાદા અને એ. વાય. શેરસીયાની રજુઆતો તથા દલીલોને ધ્યાને લઇ વાંકાનેર કોર્ટના જજશ્રી વી. એસ. ઠાકોર દ્વારા આરોપી ઈબ્રાહીમ રજાકભાઈ ખોખરને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે….



