રાજકોટથી અમદાવાદ વચ્ચે ચાલતી ખાનગી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં રાજકોટના યુવાન પર નોકરી છોડી દેવાની અદાવતનો ખાર રાખીને બસ ડ્રાઇવરને રસ્તામાં બસ રોકાવી ચાર ઇસમોએ હુમલો કરતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હરેશભાઇ જગુભાઈ ડાભી (ઉ.વ. ૪૦, રહે. રાજકોટ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી લાખાભાઈ (રહે. રંગપર) તથા ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અગાઉ આરોપી લાખાભાઇની માતૃકૃપા ટ્રાવેલ્સની ઓફિસમાં ચાલતી ટ્રાવેલ્સ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય, જે બાદ તેઓ નોકરી છોડી અન્ય જગ્યાએ બસ ચલાવવા લાગતા આ બાબતે આરોપીએ ખાર રાખી ફરીયાદી તથા તેમના શેઠ અમદાવાદથી રાજકોટ તરફ પેસેન્જર બસ લઇને જઈ રહ્યા હોય,

ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે આરોપી લાખાભાઇ તથા ત્રણ અજાણ્યા ઇસમો સ્વીફ્ટ કારમાં આવી ફરિયાદીની બસની આગળ ફોર વ્હીલર ગાડી આડી ઉભી રાખી ફરીયાદીને બસમાંથી જબરદસ્તી નીચે ઉતારી લોખંડના પાઇપ વડે માર માર્યો હતો, જેથી આ મામલે ઇજાગ્રસ્ત યુવાનએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt



