વાંકાનેર સીટી પોલીસ ટીમના મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે શહેરના બસ સ્ટેન્ડ નજીક પેટ્રોલિયમ દરમ્યાન ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે આરોગ્ય નગર પાસેથી વિમલના થેલા સાથે ઉભેલા યુવાનને 13 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ નજીક આરોગ્ય નગર પાસેથી વિમલના થેલા સાથે ઉભેલાં આરોપી દિપાલ મુકેશભાઈ શંખેસરીયા (ઉ.વ. ૨૧, રહે. હરસિધ્ધિ હોટલની બાજુના ડેલામાં, વાંકાનેર) ને 13 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 7,878 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0