અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ટ્રક કન્ટેનરમાં સોડા બોટલોની આડમાં છુપાવીને લઇ જવાતા 61.01 લાખના વિદેશી દારૂ-બિયરના જંગી જથ્થા સાથે કુલ રૂ. 88.11 લાખનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક બંધ બોડીના ટ્રક નં. UP 21 BN 8121 માં વિદેશી દારૂ-બિયરના જથ્થાની હેરાફેરી થવાની હોય, જેના આધારે પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી 4896 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૪૦,૪૦,૪૦૦) તથા 11,436 નંગ બિયરના ટીન (કિંમત રૂ. ૨૦,૬૦,૬૪૦) તેમજ ટ્રક કન્ટેનર સહિત કુલ રૂ. 88,11,040 ના મુદામાલ સાથે આરોપી નૌસાદ આબીદભાઇ અફસરભાઇ તુર્ક (ઉ.વ.૫૦) તથા કુંવરપાલ મહેશ યાદવ (ઉ.વ. ૩૪, રહે. બંને ઉત્તરપ્રદેશ)ને ઝડપી લીધા હતા…
આ બનાવમાં ઝડપાયેલ આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં માલ મોકલનાર તરીકે ભાઈ જાન નામના શખ્સનું નામ ખુલતા ત્રણેય ઈસમો તેમજ તપાસમાં નામ ખુલે તે તમામ વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…