
વાંકાનેર બાઉન્ડ્રીથી ઠીકરીયાળા જતા માર્ગ પર આવેલ નદી પરના વર્ષો જૂના અને જોખમી કોઝવેની જગ્યાએ નવો આધુનિક માઇનોર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હોય, જેના નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે….
અગાઉ ચોમાસામાં પાણીના પ્રવાહના કારણે અહીં રસ્તો બંધ થઈ જતો હોય, જેના કારણે ઇમરજન્સીમાં દર્દીઓને દવાખાને લઈ જવામાં અને રોજગારી અર્થે જતા લોકોને ભારે હાલાકી પડતી હતી ત્યારે અહીં નવો બ્રિજ બનવાથી આ કાયમી સમસ્યાનો ઉકેલ આવશે અને વાહનવ્યવહાર સુરક્ષિત તથા સરળ બનશે તેવો આશાવાદ ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



