વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસેથી પસાર થતી એક હોન્ડા સીટી કાર ટ્રાફિકના કારણે રોડ પર ઉભી હોય, ત્યારે પાછળથી પુરઝડપે આવતી એમ.જી. હેક્ટર કારના ચાલકે ધડાકાભેર હોન્ડા સિટી પાછળ કાર અથડાવતાં અકસ્માત સર્જાયો હતો, જેથી આ મામલે હોન્ડા સિટી કાર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં હેકટર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાહુલ મહેન્દ્રભાઈ સોલંકીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તેમની હોન્ડા સિટી કાર નં. GJ 01 – RK 0216 લઇને વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી પસાર થતા હોય ત્યારે ટ્રાફિકના કારણે તેમની ઉભી કાર પાછળ પુરપાટ ઝડપે આવેલ એમજી હેકટર કાર નં. GJ 37 M 0444 ના કાર ચાલક હેમંત મોહનભાઇ ભાટિયા (રહે.મીઠાપુર, દેવભૂમિ દ્વારકા)એ ધડાકાભેર અથડાવતાં અકસ્માત સર્જાયો હોય, જેમાં હોન્ડા સીટી કારમાં નુકશાન થતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં હેકટર કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm