14,040 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરતી મોરબી એલસીબી ટીમ….
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગઇકાલ સાંજના સમયે મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ટોલનાકા પાસે પોલીસ ચેકપોસ્ટ ખાતેથી પસાર થતા એક ટ્રક ટ્રેઇલરને રોકી તલાસી લેતા તેમાં મગફળીના ભુસાની આડમાં છુપાવેલ લઇ જવાતી 14,040 બોટલ વિદેશી દારૂ સહિત પોલીસે અધધ કુલ રૂ. 1.02 કરોડના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે પોલીસ ચોકી સામે રોડ પર વાહન ચેકિંગ દરમિયાન અહીંથી પસાર થતા એક ટાટા ટ્રક ટ્રેઇલર નં. RJ 14 GG 5205 ને રોકી તલાસી લેતા ટ્રકમાં મગફળીના ભુસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જેથી મોરબી એલસીબી પોલીસે આ બનાવમાં પંજાબના ભટીંડાથી વિદેશી દારૂન જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતાં ટ્રક ચાલક આરોપી સતારામ કુશારામ જેશારામજી ખોથ (રહે. જાયડુ, બાડમેર, રાજસ્થાન) ને
અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 14,040 નંગ બોટલ (કિંમત રૂ. ૬૭,૬૯,૯૨૦) તેમજ ટ્રક ટ્રેઇલર, બે મોબાઇલ ફોન, મગફળીના ભુસાની ૧૫૦ બોરી તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 1,02,77,920 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કિશોર સારણ (રહે. ખડીર, રાજસ્થાન) તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….