વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ટ્રી અને સરતાનપર રોડ ઉપર બે અલગ અલગ દરોડામાં બિયરના 50 ટીન સાથે બે ઇસમોને ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી…
પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા નજીકથી આરોપી સંદીપ માનસંગભાઈ પલાળિયા (રહે.માલિયાસણ, રાજકોટ)ને બિયરના 20 ટીન સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે સરતાનપર રોડ ઉપર સેનસો ચોકડી નજીક બાઇક પરથી 30 નંગ બિયરના 30 સાથે આરોપી અશોક કેશાભાઈ સીતાપરા (રહે.ધર્મસિધ્ધિ સોસાયટી, નવા જાંબુડિયા, મોરબી)ને ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR