
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-મોરબી દ્વારા આયોજીત તાલુકા કક્ષાનાં કલા ઉત્સવ વાંકાનેર બી.આર.સી. ભવન ખાતે યોજાયો હતો તેમજ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વેદમાતા ગાયત્રી પ્રાથમિક શાળા-વાંકાનેર ખાતે યોજાયું હતું, જેમાં કુલ 32 કૃતિઓમાં 60થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે જ કલા ઉત્સવમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઈનામ સ્વરૂપે રોકડ રકમ તથા પ્રમાણપત્રો તેમજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટ્રોફી, શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા….



