વાંકાનેર શહેરના રાજકોટ રોડ પર આવેલ બ્રહ્મ સોસાયટી ખાતે નિર્માણાધિન બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનના મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું આજ રોજ વિધિ વિધાન સાથે દાતાના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના ભામાશા ડો. બી. કે. લહેરુ તેમના પત્ની ઉર્મિલા લહેરુ તથા નિશીથ લહેરુના વરદ હસ્તે પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા અતિથિ વિશેષ તરીકે વાંકાનેર બ્રહ્મ સમાજના પ્રમુખ જે. કે. ઓઝા , વાંકાનેરના સિનિયર પત્રકાર મુકેશ પંડ્યા સહિત અનેક બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુભાઈ રાવલ તથા દુષ્યંત ઠાકર દ્વારા જહેમત ઉઠાવી હતી..