Friday, March 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું....

    વાંકાનેર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું….

    વિશ્વ ચકલી દિવસ નિમિતે વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા #Yuva4Nature અભિયાન અંતર્ગત પ્રકૃતિ સંરક્ષણ માટે પાણીના કુંડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રકૃતિ સાથે જોડાવાનો સંદેશ આપવામાં આવ્યો હતો….

    કાર્યક્રમ દરમિયાન યુવા મોરચાના કાર્યકર્તાઓએ ચકલી સહિત અન્ય પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કર્યા હતા. સાથે સાથે “એક કાર્યકર્તા – એક વિસ્તાર હરિયાળો વિસ્તાર” અને “એક યુવાન – પ્રકૃતિનો રક્ષક” જેવા સંકલ્પો સાથે યુવાનો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા.

    આ પ્રસંગે જિલ્લા યુવા ભાજપ મહામંત્રી સુખદેવભાઈ ડાભી, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપ મહામંત્રી શામજીભાઈ કેરવાડીયા, યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રજીતસિંહ ઝાલા, શહેર યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા તેમજ અજયભાઈ વિંજવડીયા, ભરતભાઈ કાંકરેચા, અશ્વિનભાઈ સરાવાડીયા, અનિલભાઈ મકવાણાં સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!