Monday, March 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ભાજપ યુવા મોરચાની ટિફિન બેઠક : સંગઠનની એકતા અને આગામી રણનીતિ...

    વાંકાનેર ભાજપ યુવા મોરચાની ટિફિન બેઠક : સંગઠનની એકતા અને આગામી રણનીતિ પર મંથન….

    વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલ પવિત્ર શ્રી ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા-વાંકાનેર દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યુવા કાર્યકરોમાં સંગઠન પ્રત્યે નવી ઉર્જા અને એકતા પ્રેરિત કરવાનો મુખ્ય હેતુ રહ્યો હતો…

    બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી સમયમાં હાથ ધરવાના વિવિધ સંગઠનાત્મક અને સેવાકીય કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વરિષ્ઠ આગેવાનો દ્વારા યુવા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંગઠનને પાયાના સ્તરે વધુ ગતિશીલ બનાવવા હાકલ કરવામાં આવી હતી…

    આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ આહિર, જિલ્લા મહામંત્રી ચતુરભાઈ મકવાણા, જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ જતીનભાઈ ફુલતરીયા, જિલ્લા ઉપાધ્યક્ષ રસિકભાઈ વોરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, મોરબી બક્ષીપંચ મોરચા મહામંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ, યુવા મોરચા મહામંત્રી જયદીપભાઈ રબારી અને સુખદેવભાઈ ડાભી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા…

    તેમજ વાંકાનેર શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, શહેર મહામંત્રી અમિતભાઈ શાહ, દિપકસિંહ ઝાલા, તાલુકા મહામંત્રી ભરતભાઈ મુંધવા, તાલુકા યુવા મોરચા અધ્યક્ષ હરેશભાઈ મદ્રેસાણીયા, શહેર મોરચા અધ્યક્ષ જયેન્દ્રસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!