વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં મોટી માથાકૂટ સર્જાઇ હોય, જેમાં ગઈકાલે છ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોય, જે બાદ આ બનાવમાં સામાપક્ષે ૧૧ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે….


આ બનાવમાં ફરિયાદી નાઝીમ આબીદભાઈ કલાડીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). ઇલીયાસભાઇ અકબરભાઇ પઠાણ, ૨). શેહજાદ ઇલીયાસભાઇ પઠાણ, ૩). અજમીનાબેન ઇલીયાસભાઇ પઠાણ, ૪). હલીમાબેન ઇલીયાસભાઇ પઠાણ, ૫). અફજલભાઇ અકબરભાઇ પઠાણ, ૬). મુમતાજબેન અફજલભાઇ પઠાણ, ૭). મુસ્કાનબેન અફજલભાઇ પઠાણ, ૮). હિનાબેન અફજલભાઇ પઠાણ, ૯). સાનિયાબેન અફજલભાઇ પઠાણ અને ૧૦). આફતાબભાઇ અફજલભાઇ પઠાણ, ૧૧). અસરફભાઇ અફજલભાઇ પઠાણ (રહે. બધા ભાટીયા સોસાયાટી) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરિયાદી સોસાયટીમાં ફટાકડા ફોડતા હોય, જેને ફટાકડા ફોડવાની ના પાડી આરોપીઓએ બોલાચાલી કરી ફરિયાદી તથા સાહેદો પર ધોકા,પાઇપ, કુહાડી વડે હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….



