વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલા એક કારખાના પાસેથી ગઇકાલ સાંજના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવીને મૃતકની ઓળખ માટે કવાયત હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ભલગામ નજીક નવાપરા વિસ્તારમાં આવેલી હોટલ આઇકૃપાની સામે આદિત્ય લોખંડના કારખાનાની દીવાલ પાસેથી ગઇકાલ સાંજના સમયે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા આસપાસના લોકોએ તંત્રને જાણ કરી હતી. જેમાં મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૫૦ વર્ષની આસપાસ હોય તથા કોઈ બીમારી સબબ આધેડનું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે….

આ બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો આગળની કાર્યવાહી હાથ ધરી મૃતક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને અહીં કઈ રીતે પહોંચ્યો તેમજ તેમના મોતના સાચા કારણને જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



