વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ જતી એક સફેદ કલરની સ્વિફ્ટ કારનો ફિલ્મી ઢબે પીછો કરી વાંકાનેરની આશીયાના સોસાયટી નજીક સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટમાંથી કારને રોકી તલાસી લેતા તેમાંથી 550 લિટર દેશી દારૂનો જથ્થા મળી આવ્યો હતો….
જેથી આ બનાવમાં પોલીસે ગાડીમાંથી 550 લિટર દેશી દારૂ (કિંમત રૂ. 1,10,000) અને પાંચ લાખની સ્વિફ્ટ કાર સહિત કુલ મળીને કુલ રૂ .6,10,000નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર સફેદ કલરની સ્વિફ્ટના ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. એ. જાડેજા, હેડ કો. યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તેમજ કો. રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના જોડાયા હતા….