વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં શેરી ૦૩ ત્રણ ખાતે રહેતાં બે પાડોશીઓ શેરીમાં કચરો નાંખવા તેમજ વરસાદી પાણીના નિકાલ બાબતે બોલાચાલી કરી બાખડી પડ્યા હતા અને બંને પક્ષોએ એકબીજા સાથે મારામારી કરતા આ મામલે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે….
આ બનાવમાં પ્રથમ પરેશભાઈ મહેશભાઈ પતલીયા નામના યુવાને તેમના પાડોશમાં રહેતા આરોપી મંજુબેન જીવાભાઈ, કોમલબેન રાહુલભાઈ અને રાહુલભાઈ જીવાભાઇ વિરોધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ ફરિયાદીના માતા તથા ભાઈ સાથે શેરીમાં કચરો નાખવા તથા પાણી નિકાલ બાબતે ઝઘડો કરતા હોય, જેમાં ફરિયાદીએ આરોપીઓને ઝઘડો કરી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીના પ્રાઇવેટ પાર્ટને પકડી દબાવી રાખી માર મારી મુંઢ ઇ જાઓ પહોંચાડી હતી…
આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી રાહુલભાઈ જીવરાજભાઈ માણસુરીયાએ આરોપી સવિતાબેન મહેશભાઈ પતરીયા, અલ્પેશ મહેશભાઈ પતરીયા અને પરેશ મહેશભાઈ પતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, શેરીમાં વરસાદી પાણી નિકાલ માટે આરોપીઓએ કરેલ માટીના પારા બાબતે થયેલ ઝઘડામાં આરોપીઓએ ફરિયાદીને પાણા તથા લાકડીના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી હાલ આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા બંને પક્ષોની સામ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે….