Friday, April 3, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં વાડીએ ખેત ઉપયોગી ઝેરી દવા પી જનાર સગીરનું...

    વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં વાડીએ ખેત ઉપયોગી ઝેરી દવા પી જનાર સગીરનું સારવાર દરમિયાન મોત….

    વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં આવેલી વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ખેતીમાં વપરાતી ઝેરી દવા પી જનાર મધ્યપ્રદેશના 14 વર્ષીય સગીરનું તેના વતનમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જેમાં ઇન્દોર પોલીસની પ્રાથમિક તપાસ બાદ કાગળો મળતાં વાંકાનેર તાલુકા પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં ખેડૂત ઉસ્માનભાઇ વલીભાઇ શેરસીયા (રહે‌. તિથવા)ની વાડીએ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોર પાસેના ખાનપુરા (કોતવાલી ધાર)ના વતની એવો ગણેશ લાલસિંહ સરપોટા (ઉ.વ. ૧૪) નામના સગીરએ ગત તારીખ ૨૮/૧૧ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ખેતી ઉપયોગી ઝેરી દવા ગટગટાવી લેતાં તેની તબિયત લથડતા સગીર સાથે રહેતા તેના બનેવી રેવુભાઇ મચાર અને વાડી માલિક દ્વારા તેને તાત્કાલિક વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો,

    જ્યાં પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો સગીરને વધુ સારવાર માટે તેમના વતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગણેશનું મોત થતાં ઘટના અંગે એમ.વાય.એચ. થાના સંયોગીતાગંજ, ઇન્દોર પોલીસ સ્ટેશન (મધ્યપ્રદેશ) દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. ઘટના વાંકાનેર તાલુકાની હદમાં બની હોવાથી, ઇન્દોર પોલીસ દ્વારા પ્રાથમિક તપાસના કાગળો વાંકાનેર તાલુકા પોલીસને મોકલવામાં આવતા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!