બપોરે બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સમગ્ર પંથકમાં એક કલાકમાં અડધા ઇંચથી વધારે વરસાદ….
વાંકાનેર પંથકમાં આજરોજ સોમવારે બપોર બાદ અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે મ, જેમાં બપોર બાદ સમગ્ર પંથકમાં શરૂ થયેલ વરસાદ એક કલાકમાં સરેરાશ અડધા ઇંચ કરતા વધારે નોંધાયો છે, જેના કારણે પાછોતરા વરસાદથી મોટાભાગના ખેત પાકોમાં નુકસાનીની ભિંતી સેવાઈ રહી છે…..
આ સાથે જ મચ્છુ 1 ડેમની વાત કરીએ તો હાલમાં મચ્છુ ડેમમાં 223 ક્યુસેક જેટલા વરસાદી પાણીની આવક ચાલુ હોય, જેના કારણે ડેમ 0.10 ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. ૦૭ સપ્ટેમ્બરના રોજ વિધિવત ઓવરફ્લો થયેલ મચ્છુ એક ડેમ સતત એક મહિનાથી હાલ પણ ઓવરફ્લો થઇ રહ્યો છે. આ સાથે જ આજે બપોર બાદ ડેમ વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હોવાની વિગતો મળી રહે છે…