ખેડૂતોના મોટાભાગના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા : વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘ તથા યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ….
વાંકાનેર વિસ્તારમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, ત્યારે ખેડૂતોના મોટાભાગના ખેતપાકો પર વરસાદી પાણી ફરી વળતા સમગ્ર પંથકમાં મોટી નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ પ્રમુખ ઇસ્માઇલભાઈ બાદી તથા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવાળા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે…
બાબતે રજૂઆતમાં જણાવાયું છે કે, વાંકાનેર તાલુકામાં સતત ચાર થી પાંચ દિવસ ખુબ જ મોટા પ્રમાણમાં આશરે ૩૫ ઈંચ જેટલો વરસાદ તેમજ ઝડપી પવન ફુંકાયો હોય, જે ખેડુતો માટે વિનાશકારક રહ્યો હોય, જેનાથી વાંકાનેર પંથકમાં મોટા ભાગના ખેડુતોના ખેતરમાં વરસાદી પાણીના લીધે ઉભો પાક સુકાઈ ગયો છે. વાંકાનેરના તમામ ગામોમાં ખેડુતોએ મુખ્ય પાક કપાસનું વાવેતર કરેલ હોય, સાથે બાગાયતમા મરચી, કારેલી જેવા પાકોનું વાવેતર કરેલ, તે તમામ પાકો તૈયાર થતા જ તેના પર પવન સાથે ભારે વરસાદના કારણે ખેડુતોનો પાક સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે. જેનાથી જગતનો તાત આજે લાચારી ભોગવી રહ્યો છે.
પોતાની આજીવીકા ચલાવવા માટે ફાંફાં પડ તેવી પરિસ્થિતિમાં ખેડુતોએ બચતની મુળી પાક તૈયાર કરવામાં ખર્ચ કરી નાખેલ છે. જેથી આ ગંભીર પરિસ્થિતિમાં ખેત પાકોમાં વરસાદે સર્જેલી તા૨ોજીનો રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરાવી ખેડુતોને ખેતપાકના ઉત્પાદનનું યોગ્ય વળતર ચુકવે તેમજ ખેડુતો પોતાના ખેતરમાં પાકો માટે ધીરાણ લીધેલ છે તેમનુ સ૨કા૨ી પાક ધીરાણ નું લેણુ પણ માફ કરવામાં આવે તેમજ હવે પછીના શિયાળુ પાક વાવેતર માટે જીરા, ધઉં કે અન્ય જણસીના વાવેતર માટે સરકાર બીયારણ માટે પણ સહાય ચુકવવા માંગ કરવામાં આવી છે….