વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા ખાતે વર્ષ ૨૦૨૨માં બે ઇસમોએ મળી અમિત ઉર્ફે લાલાભાઇ અશ્વિનભાઈ કોટેચાના નામના યુવાનની ઘાતકી હત્યા કરી નાખી હોય, જે ચકચારી પ્રકરણમાં આજરોજ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૧/૦૯/૨૦૨૨ ની રાત્રીના વાંકાનેર જકાતનાકા પાસે અમિત ઉર્ફે લાલાભાઇ અશ્વિનભાઈ કોટેચા નામના યુવકની આરોપી ઇમરાન ફારૂકભાઈ છબીબી અને ઈનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઈ પીપરવાડીયા નામના ઇસમોએ તિક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી હોય, જેમાં મૃતક યુવાન તેના પાડોશી સુરેશભાઈએ આરોપી સરફરાઝ મકવાણા પાસે વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણીમાં વચ્ચે પડ્યો હોય, જેનો ખાર રાખી બંને આરોપીઓએ યુવક સાથે ઝઘડો કરી તેને હત્યા કરી બાદમાં સ્થળ પરથી અન્ય આરોપી સરફરાઝને ફોન કરતાં તેની પણ આ ગુનામાં સંડોવણી ખુલતા આજરોજ નામદાર મોરબી સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને આ ગુનામાં આજીવન કેદની સજા ફરમાવવા હુકમ કર્યો છે….