

વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં રહેતા દેશાભાઈ કરશનભાઈ બોસિયા (ઉ.વ. ૭૧) નામના વૃદ્ધ બાઈક લઈને જતા હોય, ત્યારે તેમના જ પાડોશમાં રહેતા આરોપી પ્રવીણભાઈ ખીમજીભાઈ ચાવડાએ વૃદ્ધના બાઇકને રસ્તામાં ઉભું રખાવી ‘ તારા દિકરાના લગ્નમાં તે કેમ મારા વિરુદ્ધ અરજી કરી હતી ? ‘ તેમ કહી બેફામ ગાળો આપતાં ફરિયાદી દેશાભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને આંખ પાસે મુક્કો મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેરના આંબેડકર નગરમાં પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી પાડોશીએ વૃદ્ધને રસ્તામાં રોકી માર માર્યો…!
RELATED ARTICLES



