સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હોય, જેના ભાગરૂપે વાંકાનેર ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા એકતા પદયાત્રા યોજાઈ હતી. જેમાં વાંકાનેર શહેરના નાગરિકો તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આતકે મુખ્ય વક્તા વર્ષાબેન દોશીએ લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન-કવન તેમજ ભારતની આઝાદીની લડત, વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં તેમની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું…


આ પદયાત્રા જડેશ્વર રોડ પર કિરણ સિરામિક ખાતેથી શરૂ થઈ વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી હતી, જ્યાં ઠેરઠેર યાત્રાનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ યાત્રા નગરપાલિકાના ટાઉનહોલ સુધી પહોચી એકતા શપથ ગ્રહણ કરી આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું….

આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, પ્રાંત અધિકારીશ્રી ડો.વિપુલ સાકરીયા, ડીવાયએસપી સમીર સારડા, મામલતદાર કે. વી. સાનિયા, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, ટીડીઓ પાયલબેન ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા….



