વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં ઘર પાસે ગાળો બોલવા જેવી સામાન્ય બાબતમાં પ્રથમ બોલાચાલી બાદ ઝઘડાંએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેમાં ગઇકાલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં એક પરિવાર દ્વારા સામાપક્ષે છુટાં ઇંટના ટુકડાઓ ફેંકી ઇજાઓ પહોંચાડી હતી, જ્યારે સમજાવવા ગયેલ ફરિયાદીને પણ માર પડતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે,


જેમાં ફરિયાદી મહાવીરનગરમાં રહેતા જયાબેન મનુભાઈ સોલંકીએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). અરવિંદભાઇ રૂપાભાઇ સોલંકી, ૨). જીતેશભાઇ અરવિંદભાઇ સોલંકી, ૩). અરવિંભાઇની દિકરી વૈસાલીબેન તથા બીજી દિકરી, ૪). હેતલબેન તથા ૫). ભવાનભાઇ રૂપાભાઇ સોલંકી, ૬) નીલેશભાઇ ભવાનભાઇ સોલંકી (રહે. બધા આંબેડકનગર, વાંકાનેર) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે….



