

વાંકાનેર શહેર તેમજ તાલુકાના લોકોની વિવિધ જન લક્ષી કામગીરી માટે આમ આદમી પાર્ટીના દ્વારા આજરોજ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ગત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની મળેલ જનાધાર બદલ લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તેમજ ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવા કાર્યાલય શરૂ કરવામાં આવેલ હોય દરરોજ સવારે 10 થી 1 વચ્ચે લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે.


આ તકે મોરબી જીલ્લા આપના આગેવાનો પૈકી પંકજ રાણસરિયા, મહાદેવભાઈ પટેલ, ચંદ્રકાંત વિરમગામા, અર્જુનસિંહ વાળા, પંકજ આદ્રોજા, વિરજીભાઈ ચાવડા, દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતિયા, ચેતન લોરિયા તેમજ વાંકાનેરના આગેવાનો અલી હાજીસાહેબ, ગનીભાઇ બાદી, કાનજીભાઈ ગોરિયા, તોફિકભાઈ અમરેલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…



