Friday, January 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાંથી પસાર થવાની અદાણી કંપનીની 765 કે.વી. હેવી વિજ લાઇનના વિરોધમાં...

    વાંકાનેર પંથકમાંથી પસાર થવાની અદાણી કંપનીની 765 કે.વી. હેવી વિજ લાઇનના વિરોધમાં રાતીદેવરી ગામે વિશાળ ખેડૂત સભા યોજાઇ…

    મોરબી જિલ્લામાં હળવદ, વાંકાનેર તાલુકામાંથી પસાર થઈ લાલપુર તરફ જતી 765 કે.વી. અદાણી હેવી વીજ લાઇનના કારણે સમગ્ર તાલુકામાં હજારો ખેડૂતોને મોટી નુકસાની પહોંચવાની હોય, જેથી આ અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોને લઈ વાંકાનેરના રાતીદેવરી ગામે ગતરાત્રીના વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “જય જવાન, જય કિશાન”ના નારા સાથે વીજ લાઇન બાબતે કાયદાકીય રીતે કેવી રીતે લડત આપવી તેમજ ખેડૂતોના હક અને અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…

    આ સભામાં લડાયક ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા તથા મહેશ રાજકોટીયાએ ખેડૂતોને તેમના હકો અને કાયદા સંબંધી તમામ માહિતી આપી હતી. સાથે યાર્ડના પૂર્વ ચેરમેન શકિલ પીરઝાદા, ચેરમેન ગુલામભાઈ પરાસરા, જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુભાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા, તાલુકા પંચાયત સદસ્ય ઉસ્માનભાઈ માથકીયા, ભાયાતી-જાંબુડી ગામના આગેવાન ભરતસિંહ ઝાલા સહિત રાતીદેવરી, પંચાસર, વાંકીયા, કોઠારીયા, પંચાસીયા, રાણેકપર, ડીઘલીયા, તિથવા સહિત આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા….

    સભામાં નિર્ણય લેવામાં આવ્યો કે, વીજ લાઇનથી અસરગ્રસ્ત તમામ ખેડૂતો સાથે મળીને આગામી દિવસોમાં જિલ્લા સેવાસદન ખાતે વિશાળ આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ આંદોલનમાં તમામ ખેડૂતોને જોડાવા અને અન્ય ખેડૂતોને પણ આમંત્રણ આપવા અપીલ કરવામાં આવી હતી. આ તકે આગેવાનોએ જણાવ્યું હતું કે એકતા સાથે મહાકાય કંપનીઓની તાનાશાહી સામે લડત આપીએ તો નિશ્ચિત રીતે જીત મેળવી શકીશું. સાથે સાથે વીજ લાઇન મુદ્દે ચાલી રહેલી લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ આ ખેડૂત સભામાં વ્યક્ત કરવામાં આવ્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!