Tuesday, February 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવોના ભેદ ઉકેલાયા, ત્રણ આરોપીઓ ઝડપાયા....

    વાંકાનેર વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવોના ભેદ ઉકેલાયા, ત્રણ આરોપીઓ ઝડપાયા….

    વાંકાનેર શહેર વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં થયેલા ઘરફોડ ચોરીના બનાવોના ભેદ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ઉકેલવામાં આવ્યા છે, જેમાં પોલીસે આ ચોરીના બનાવોને અંજામ આપનાર ત્રણ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૦/૦૧ ના રોજ વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી, જીનપરા સહિત વિવિધ રહેણાંક સોસાયટીઓમાં અજાણ્યા ઈસમોએ મકાનોમાં ઘુસી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હોય, જેના આધારે વાંકાનેર સીટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો…

    પોલીસ તપાસ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીને આધારે આ ચોરીના બનાવોમાં સંડોવાયેલા આરોપી રાજાસિંઘ સતનામસિંઘ બાવરી/સિકલીકર (રહે. શંકરનગર, વડોદરા), કુલદિપસિંઘ બીરસિંઘ ટાંક/સિકલીકર (રહે. સાકરદા, તા. જી. વડોદરા) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને વડોદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે….

    પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી આશરે સાત તોલા વજનની સોનાની લગડી તેમજ રૂ. 20,000 રોકડ રકમ જપ્ત કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!