Friday, June 20, 2025
More
    Homeમુખ્ય સમાચારચોમાસામાં વાંકાનેર શહેર ખખડધજ માર્ગો નાગરિકો માટે બન્યા મોતના કુવા, બસ સ્ટેન્ડ...

    ચોમાસામાં વાંકાનેર શહેર ખખડધજ માર્ગો નાગરિકો માટે બન્યા મોતના કુવા, બસ સ્ટેન્ડ નજીક એસટી બસ કાદવમાં ફસાઇ….

    મોડીરાત્રીના ભુર્ગભ ગટરના માટે ખોદાયેલા ખાડાના પોલાણમાં એસટી બસ ફસાઇ, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા….

    વાંકાનેર પંથકમાં પાલીકા તંત્રની બેદરકારી અને પ્રિમોન્સુન કામગીરીના અભાવે નાગરિકોને વર્ષોથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેવો જ ઘાટ ફરી આ ચોમાસાની શરૂઆતમાં જ જોવા મળ્યો છે, જેમાં શહેર ભરમાં ઠેક ઠેકાણે અનેક ભુગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા, ખખડધજ બનેલા રોડ-રસ્તા, વરસાદના કારણે રોડ ઉપર સર્જાયેલા પોલાણ તેમજ બસ સ્ટેશન રોડ પર લોલમલોલ ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીથી નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. આ દરેક સમસ્યાના કારણે શહેરીજનો પર ગંભીર અકસ્માતોનો ખતરો તોડાઈ રહ્યો છે, છતાં પણ જવાબદાર તંત્રના પેટનું પાણી પણ ન હલતું નથી તે સમસ્યા વિકટ બની છે….

    વાંકાનેર શહેરના બસ સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂગર્ભ ગટર નાખવાની કામગીરીની પાછળ પુરાણ કામગીરીમાં લોલમલોલ અને માત્ર માટીથી પુરાણ કામગીરી થતાં ચોમાસાના પહેલા જ વરસાદમાં ગઈકાલ‌ રાત્રિના રોડ વચ્ચે ભૂગર્ભ ગટરના નબળાં પુરાણમાં એસટી બસ કાદવમાં ફસાઈ હતી, જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, જે બાદ જેસીબી મશીનની મદદથી એસટી બસને કાદવમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવી નબળી કામગીરીના કારણે જો એસટી બસ જેવા મોટા વાહનો પણ કાદવમાં ફસાઈ જતા હોય, તો નાના વાહનોનો કેવો હાલ થાય તે વિચારી શકાય તેમ છે…..

    આ સાથે જ ચોમાસાની શરૂઆતમાં જ સમગ્ર વાંકાનેર શહેરમાં મોટાભાગના રોડ-રસ્તાઓ પણ મસમોટા ગાબડા, ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણાઓ, પ્રિ મોન્સુન કામગીરીનો અભાવ, શહેરમાં વરસાદી પાણીના નિકાલોની સાફ-સફાઈ ન થવાથી પાણી ભરાવા સહિત અનેક સમસ્યાઓનો નાગરિકોને સામનો કરવો પડી રહ્યો છે, જેની સામે જવાબદાર તંત્ર દ્વારા લેશ માત્ર પણ કામગીરીનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!