વાંકાનેર શહેરની મોચી શેરી ખાતે રહેતા એક યુવાને કાપડના વેપાર માટે વ્યાજખોરો પાસેથી રૂપિયા 15 લાખ 2.5% પ્રતિ માસ જેટલાં ઊંચા વ્યાજે લીધેલા હોય, જેમાં લાંબા સમય સુધી વ્યાજખરોને હપ્તે હપ્તે રૂ. 18 લાખ જેટલી રકમ ચુકવી આપવા છતાં વ્યાજખોરોએ યુવાક પાસે મકાનનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી અવારનવાર ત્રાસ આપતા હોય, જેનાથી કંટાળી જઇ અંતે યુવાને ચાર વ્યાજખોરો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની મેઇન બજાર મોચી શેરીમાં રહેતા દુર્ગેશભાઈ મણીલાલ ચૌહાણ નામના યુવાને વર્ષ 2020 માં કાપડના વેપાર માટે આરોપી ૧). ઇમરાન ફારુક છબીબી (રહે. તાલુકા શાળા નં. ૦૧ ની ગલીમાં, વાંકાનેર), ૨). આરબ મોહંમદયુસુફ અબુબકર, ૩). મોહંમદયુસુફની પત્ની (રહે. બંને ચાવડી ચોક, વાંકાનેર) અને ૪). અજય ઉર્ફે ભોલો રમેશભાઈ માણેક (રહે. રાજકોટ) પાસેથી રૂપિયા 15 લાખ 2.5 % પ્રતિ માસ જેટલા ઊંચા વ્યાજે લીધા હોય, જેના હપ્તા સહિત કુલ રૂપિયા 18 લાખની ચુકવણી કરી હોય, છતાં આરોપીઓએ ફરિયાદીના મકાનનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી અવારનવાર પંદર લાખની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોય, જેનાથી કંટાળી જઇ અંતે યુવકે વ્યાજખોરો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….