વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રૂપિયા 50-100 જેવી મામુલી રકમની લેતી દેતી મામલે બે યુવાનો વચ્ચે માથાકૂટ થતાં આરોપીએ યુવાનને માર મારી લાકડાના ધોકા ફટકારી બાઈક સળગાવી નાખી નુકશાની પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મોમીન શેરીમાં રહેતા ફરિયાદી સબીરભાઈ ઈબ્રાહીમભાઈ ભદ્રાસિયા નામના યુવકે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી કોનેનમહમદ ઉર્ફે ટીકડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને આરોપી સાથે 50-100 રૂપિયાની રકમની લેતી દેતી મામલે ઝઘડો થતાં આરોપીએ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે તેમજ તલવારના ઘા કરી મોટર સાયકલમાં નુકશાન પહોંચાડી બાઇક સળગાવી દેતા આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t