
આજરોજ સાંજના સમયે દિલ્હીમાં કારમાં શંકાસ્પદ બ્લાસ્ટને પગલે ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે, જેના પગલે વાંકાનેર પંથકમાં પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે જાહેર માર્ગો પર સઘન વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટલોમાં પણ ચેકીંગ શરૂ કરાયું છે તેમજ જાહેર સ્થળ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હાઇવે સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે….



