
ભાજપ અગ્રણી અસરફભાઈ બાદી દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક સિંચાઈ પાણી આપવા માંગ કરાઇ…
વાંકાનેર તાલુકાના મચ્છુ – 1મધ્યસ્થ ડેમમાંથી દર વર્ષે કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, જેમાં અગાઉ ખેડૂતોને કમાન્ડ એરિયા સિવાય પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય, ત્યારે વર્તમાન સારા વરસાદ અને ડેમમાં પુરતો પાણીનો જથ્થો હોવા છતાં આ વર્ષે ખેડૂતોને અગાઉ પિયત થતાં વિસ્તારની આસપાસના ખેડૂતોને પાણી આપવામાં આવેલ નથી. જેથી પાછોતરા વરસાદથી નુકસાની ભોગવતા આ ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જાય હોય માટે આ ખેડૂતોને તાત્કાલિક સિંચાઈ માટે પાણી આપવામાં આવે તે અનિવાર્ય બન્યું છે…


આ કેનાલના પાણીનો વર્ષોથી લાભ મેળવતા ખેડૂતોની ફરીયાદ છે કે, સ્થાનિક જવાબદાર અધિકારી ખેડૂતોની કોઈ રજૂઆત સાંભળતા નથી અને ગેરવર્તન કરે છે. જેથી આ મામલે તાત્કાલિક આડેધડ પાણીનો વેડફાટ અટકાવી સમસ્યાથી પિડાતા અસંખ્ય ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ ભાજપ અગ્રણી અસરફભાઈ બાદી દ્વારા કરવામાં આવી છે….




