Monday, March 16, 2026
More
    Homeમુખ્ય સમાચારરાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કરાયો....

    રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કરાયો….

    રાજ્યના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની સીધી ખરીદી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને વધુ સમય મળે તે માટે નોંધણીની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૨૭ માર્ચ, ૨૦૨૬ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે….

    ભારત સરકાર દ્વારા આ સીઝન માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ (MSP) રૂ. ૨૫૮૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવ પર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા સીધી ખરીદી કરવામાં આવશે. અગાઉ નોંધણી પ્રક્રિયા તા. ૧ માર્ચ, ૨૦૨૬ સુધી મર્યાદિત રાખવામાં આવી હતી, પરંતુ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને હવે તેની મુદત વધારી દેવામાં આવી છે. ખેડૂતોને પોતાની ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિ દ્વારા નોંધણી કરાવવાની રહેશે.

    નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ, તેમજ જો પાક વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટી દ્વારા સહી-સિક્કા સાથેનો દાખલો, તેમજ બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ રજૂ કરવાની રહેશે…

    નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની માહિતી SMS મારફતે આપવામાં આવશે. ખરીદીના સમયે પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. જો કોઈ અરજદારે ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હોય તો તેમની નોંધણી રદ કરવામાં આવશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!