
વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી જાહેર રોડ-રસ્તા અને જગ્યાઓ પર દબાણો દૂર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય, જેના ભાગરૂપે નગરપાલિકાની ટીમ દ્વારા અંદાજે અત્યાર સુધીમાં ૩૦ થી ૪૦ જેટલી રેકડી તથા કેબીન સાથે દબાણકર્તાઓનો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો છે….


આ સાથે જ દબાણ હટાવો ઝુંબેશના ભાગરૂપે નગરપાલિકા દ્વારા જાહેર પ્રેસનોટ બહાર પાડી દબાણકર્તાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, હવે પછી જો કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગો અથવા જાહેર સ્થળો ઉપર રેકડી કે કેબીન રાખી દબાણ કરશે તો કોઈ પૂર્વ સૂચના વિના માલ-સામાન સહિત રેકડી/કેબીન જપ્ત કરવામાં આવશે તેમજ નિયમ મુજબ વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવશે…

નગરપાલિકાએ શહેરના વેપારીઓ અને દબાણકર્તાઓને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે તેમજ જાહેર વ્યવસ્થા અને ટ્રાફિકની સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



