Monday, April 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ,...

    વાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, ઉમેદવારોએ અહીં ફોર્મ રજૂ કરવા…

    મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં વાંકાનેર નગરપાલિકા, વાંકાનેર તાલુકા પંચાયત તેમજ વાંકાનેર વિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જીલ્લા પંચાયતની સાત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે મુજબના અલગ-અલગ સ્થળોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે….

    વાંકાનેર નગરપાલિકાના તમામ વોર્ડ માટે…

    વાંકાનેર નગરપાલિકાના તમામ વોર્ડ માટે ઉમેદવારોએ પોતાના ફોર્મ R.O. ડો. વિ. ડી. સાકરીયા (ડેપ્યુટી કલેક્ટર) પાસે પ્રાંત અધિકારીની ચેમ્બર, તાલુકા સેવા સદન, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ફોર્મ રજૂ કરવા….

    વાંકાનેર વિસ્તારની જિલ્લા પંચાયત બેઠકો માટે…

    વાંકાનેર તાલુકામાં સમાવિષ્ટ મોરબી જીલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ R.O. અતુલ છાસીયા (નાયબ નિયામક, અનુ.જાતિ વિભાગ, મોરબી) રૂમ નં. 111, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, રાજકોટ રોડ, મામલતદારની કચેરી, વાંકાનેર ખાતે ફોર્મ રજૂ કરવા….

    વાંકાનેર તાલુકા પંચાયત માટે…

    ૧). બેઠક : ચંદ્રપુર, રાજાવડલા, સીંધાવદર, ગારીયા, કણકોટ, ખખાણા, કોઠી, રાતીદેવળી, તિથવા, અરણીટીંબા, પીપળીયારાજ…
    R.O. : વાંકાનેર મામલતદાર કે. વી. સાનીયા સમક્ષ રૂમ નં. 101, પ્રથમ માળ, મામલતદારની ચેમ્બર, તાલુકા સેવા સદન, રાજકોટ રોડ, મામલતદારની કચેરી, વાંકાનેર ખાતે રજૂ કરવા…

    ૨). બેઠક : ગાંગીયાવદર, લુણસર, સરધારકા, મેસરીયા, રાતડીયા, મહિકા, ચિત્રાખડા, જેતપરડા, માટેલ, ઢુવા, હશનપર, પંચાસર, પંચાસીયા…
    R. O. : મદદનીશ ટીડીઓ આઇ. એ. પરાસરા, તાલુકા પંચાયત કચેરી, વાંકાનેર ખાતે ફોર્મ રજૂ કરવા.‌…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!