
વાંકાનેર શહેરના દાણાપીઠ-લક્ષ્મીપરા વિસ્તારમાં રીક્ષા ગેંગ વેપારી સાથે કળા કરી છનન થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં વેપારીને ખોટી ઓળખાણ બતાવી મફતમાં મુસાફરી કરાવી વેપારીની નજર ચૂકવી રૂ. 42,000 રોકડ રકમ ચોરી કરી રીક્ષા ગેંગ ફરાઇ થઈ જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હાલ રાજકોટ રહેતા અને વાંકાનેર ખાતે સોપારી-તમાકુનો હોલસેલ વેપાર કરતા વેપારી જીતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોબનપુત્રા બે દિવસ પૂર્વે વેપાર અર્થે વાંકાનેર આવેલ હોય, જેમાં દાણાપીઠ ચોક નજીક મોર્ડન સ્ટોર ખાતેથી વેપારના રૂ. 42,000 રોકડા મેળવી બપોરના આશરે ત્રણ વાગ્યે તે રકમ બેંકમાં જમા કરાવવા લક્ષ્મીપરા તરફ જવા નીકળ્યા હોય, દરમિયાન એક અજાણ્યા રીક્ષા ચાલકે ખોટી ઓળખાણ બતાવી તેમને પોતાની રીક્ષામાં બેસાડ્યા હોય, જેમાં અગાઉથી જ રીક્ષામાં બે અજાણ્યા યુવાનો પણ બેઠેલા હોય, ત્યારે મુસાફરી દરમ્યાન “થૂંકવાના બહાને” અજાણ્યા ગઠીયાઓએ વેપારીની નજર ચૂકવી પેન્ટના ખીસ્સામાંથી રૂ. 42,000 રોકડ ચોરી વેપારીને દાણાપીઠ નજીક ભાડું લીધા વગર ઉતારી રીક્ષા ગેંગ છનન થઈ જતા વેપારીને શંકા જતા ખિસ્સાની તપાસ કરતાં રોકડ રકમ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ મામલે અંતે વેપારીએ અજાણ્યા ગઠીયાઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



