
વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટીમાં વર્તમાન શિયાળાની કડકડતી ગુલાબી ઠંડીમાં તસ્કરો સક્રિય બન્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં વકીલાતનો વ્યવસાય કરતાં અને રજાના દિવસે રાત્રીના સમયે પરિવાર સાથે વાડીએ ગયેલા ફરીયાદી મહાવીરસિંહ જટુભા જાડેજાના રહેણાંક મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ મુખ્ય દરવાજાનો મકુચો તોડી ઘરમાં પ્રવેશી ચોરી કરી ફરાર થઇ ગયા હતા…


આ બનાવમાં તસ્કરોએ મકાનના બેડરૂમમાં આવેલ કબાટમાંથી સોનાની વિંટી નંગ-૨, સોનાનો ચેઇન તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. ૪૫,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી. જેથી આ બનાવની જાણ થતાં પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.



