સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બાર એસોસિયેશનની ચુંટણીઓ યોજાતી હોય છે, જે અનુસંધાને આજરોજ વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી યોજાઈ હતી, જેમાં દરેક પદ માટે ભારે રસપ્રદ બનેલ આ ચુંટણીમાં સવારે મતદાન બાદ બપોરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી….


આજરોજ જાહેર થયેલ વાંકાનેર બાર એસોસિયેશનના ચુંટણી પરિણામોમાં કુલ 92 મતોમાંથી 86 વકીલોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોય, જેમાં પ્રમુખ તરીકે મયુરસિંહ એસ. પરમાર, ઉપપ્રમુખ તરીકે મુળજીભાઈ આર. સોલંકી, સેક્રેટરી તરીકે ફારૂકભાઈ ખોરજીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે નૌતમ પી. દેગામા વિજેતા જાહેર કરાયા છે, જ્યારે ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી છે…

બાર એસોસિયેશન ચુંટણી પરિણામો…
પ્રમુખ પદ ઉમેદવાર :
૧). પરમાર મનદિપસિંહ એસ. (વિજેતા) – 46 મત
૨). શાહ પ્રિત એસ. – 39 મત
ઉપપ્રમુખ પદ ઉમેદવાર :
૧). સોલંકી મુળજીભાઈ આર. (વિજેતા) – 50 મત
૨). શેરસીયા શિરાકમુદીન એમ. – 35 મત




