
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજરોજ 13 જાન્યુઆરીથી નવા જીરૂની આવકનો પ્રારંભ થયો છે, જેમાં આજે યાર્ડમાં સિઝનના પ્રથમ જીરૂ વેંચાણ માટે આવતા મુહૂર્તમાં જ ખેડૂતને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ તકે યાર્ડમાં વેપારીઓ, દલાલો, ખેડૂતો, યાર્ડના ડિરેક્ટર્સ તથા કર્મચારીઓએ નવા જીરૂની આવકને વધાવી હતી….
વાંકાનેર એ.પી.એમ.સી. આજે ભલગામ ગામના ખેડુત વિઠ્ઠભાઈ ચાલુ વર્ષનું નવુ જીરૂ જયગોપાલ ટ્રેડીંગમાં લઈને આવતા આ જીરૂ નીજામ એન્ટરપ્રાઈઝ નામની પેઢીએ રૂ. 4,700 પ્રતી મણના ભાવે ખરીદ્યું હોવાની માહિતી યાર્ડના સેક્રેટરી ઈરફાન મેસાણીયા દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવાઇ છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





