Monday, December 29, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે યોજાયેલ 17માં કામા અશ્વ શોનું સમાપન, અશ્વ પ્રેમીઓએ કરતબોથી દર્શકો...

    વાંકાનેર ખાતે યોજાયેલ 17માં કામા અશ્વ શોનું સમાપન, અશ્વ પ્રેમીઓએ કરતબોથી દર્શકો અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા….

    સમાપન સમારોહમાં વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ‌ને અશ્વ પ્રેમી મુસ્તાકભાઈ બ્લોચે અશ્વની ભેટ આપી….

    વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસના પટાંગણમાં વાંકાનેરના પૂર્વ રાજવી અને કેન્દ્રનાં પ્રથમ પર્યાવરણ મંત્રી સ્વ ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા ત્રિદિવસીય 17માં કામા અશ્વ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર ગુજરાત સહિત આજુબાજુના રાજ્યોમાંથી કાઠિયાવાડી, સિંધી તથા મારવાડી અશ્વોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અદભૂત કરતબોથી દર્શકો અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા….

    આ ભવ્ય અશ્વ શોમાં ૩૦૦ થી વધારે ઘોડેસવારોએ એન્ડ્યોરન્સ રેસ, બેરલ રેસ, મટકા રેસ, રેવાલ ચાલ સહિતની સ્પધૉઓમાં ભાગ લીધો હતો. આ અશ્વ શોના ત્રીજા અને અંતિમ દિવસ ગઇકાલ રવિવારે વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે વાંકાનેરના અશ્વ પ્રેમી મુસ્તાક બ્લોચ દ્વારા સમાપન સમારોહમાં ‘ મહારાજા ‘ નામનો અતિસુંદર અશ્વને ભેટ તરીકે વાંકાનેર મહારાજા અને સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને અર્પણ કર્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!