પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, મહાપ્રસાદ તથા ભસ્મ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે….
વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ વૃંદાવન વાટિકા સોસાયટી ખાતે બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા.૨૨/૦૭/૨૦૨૫ અષાઢ વદ તેરસના રોજ પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમપૂર્વક પાટોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે…
આ ઉજવણીમાં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદીર ખાતે આગામી મંગળવારે સવારે ૭ વાગ્યે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, બપોરે મહાપ્રસાદ, સાંજે ૬:૩૦ વાગ્યે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવને મહાકાલના શણગાર સાથે ભસ્મ આરતી કરવામાં આવશે, જેમાં છોટી કાશી હળવદથી ખાસ નીરવભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. જેથી આ ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા તમામ શિવભક્તોને શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે…