આજરોજ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વાંકાનેર નગરપાલિકા તથા ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે મતદાન યોજાવાનું હોય, જેમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે, જેમાં હાલ બંને મધ્યસત્ર ચૂંટણીમાં નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે….
વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠક માટે થયેલી ચૂંટણી જાહેરાતમાં ભાજપના 11, બસપા 01 અને કોંગ્રેસના 01 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. બાકીની 15 બેઠકો માટે 22 મતદાન મથકો પર આજે સવારથી 22,372 મતદાર મતદાન કરશે…
હાલ નગરપાલિકામાં તેમજ ચંદ્રપુર બેઠકપર સવારે સાત વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજ છ સુધી ચાલુ રહેશે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે. વાંકાનેરમાં ભાજપના 11 ઉમેદવાર બિનહરીફ થવાથી પક્ષની જીત નિશ્ચિત મનાય છે, જ્યારે ચંદ્રપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm