વાંકાનેરના 14 ગામોમાં મતદાન પુર્ણ : સાત ગામોની પેટા ચૂંટણીમાં 65.90% તેમજ સાત ગામોની સામાન્ય ચુંટણીમાં 80.19% મતદાન નોંધાયું….
આજરોજ રવિવારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની સામાન્ય, પેટા તથા મધ્ય સત્ર ચૂંટણી માટે મતદાન નોંધાયું હોય જેમાં વહેલી સવારે સાતથી સાંજે છ વાગ્યા દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં વાંકાનેર તાલુકાના 14 ગામોમાં ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો સહિતની ચૂંટણી માટે મતદાન યોજાયું હોય, જેમાં સમગ્ર પંથકમાં કુલ 27,822 મતદારોમાંથી કુલ 20,978 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સરેરાશ 75.40% મતદાન પુર્ણ થયું છે….
મતદાનની વિગતવાર માહિતી જોઈએ તો, વાંકાનેર તાલુકાના પંચાસીયા, કાશીપર-ચાંચડીયા, પલાસડી(સભ્ય), ભેરડા, સિંધાવદર-વીડી ભોજપરા, ભાટીયા, પીપળીયા રાજ સહિતના સાત ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય / વિભાજન / મધ્ય સત્ર ચૂંટણીમાં કુલ 18494 મતદારોમાંથી 14,831 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ 80.19% મતદાન નોંધાયું છે, જ્યારે સતાપર, હશનપર, શેખરડી, ખીજડીયા-પીપરડી, પાજ, લુણસર (સભ્ય), અને આણંદપર (સભ્ય) સહિતના સાત ગામોમાં કુલ 9,328 મતદારોમાંથી 6,147 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ 65.90 ટકા મતદાન નોંધાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA