વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના પાટીયા નજીકથી પસાર થતી એક્સટર કાર નં. GJ 03 PM 5755 ને રોકી તલાસી લેતાં કારમાંથી 252 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં કાર ચાલક સુનીલભાઈ હરેશભાઈ ઉર્ફે હકાભાઈ સાકરીયા (ઉ.વ. ૩૦, રહે. રાજકોટ)ને વિદેશી દારૂ, કાર તથા મોબાઈલ સહિત કુલ રૂ. 7,82,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય આરોપી સીરાજભાઈ રજાકભાઈ લીંગરડીયા (રહે. ખ્વાજા ચોક, જંગલેશ્વર, રાજકોટ)નું નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





